contact us complain suggetion
 
 
 
 
Committee
 

 

છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદનું બંધારણ


૧. નામ અને સરનામું
       આ ચેરીટેબલ ટ્રસ્‍ટનું “છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદ” રહેશે. ટ્રસ્‍ટની રજીસ્‍ટર્ડ ઓફિસ નવી મસ્‍જીદ પાસે, તાજપુર, અમદાવાદ ખાતે રહેશે.

ર.     ટ્રસ્‍ટનો લાભ લેવા હકદાર.
       અમદાવાદ શહેરના માસ્‍ટર પ્‍લાન વિસ્‍તારમાં તથા અન્‍યત્ર વસતા તમામ કોમની વ્‍યકિતઓ અને તેમના કુટુંબીજનોના લાભાર્થે આ ટ્રસ્‍ટ શરૂ કરવામાં આવેલ છે અને અમદાવાદ શહેરના માસ્‍ટર પ્‍લાન વિસ્‍તારમાં વસતી તથા અન્‍યત્ર વસતા તમામ કોમોના વ્‍યકિતઓ નાત, જાત, ધર્મ કે કોમના ભેદભાવ વિના આ ટ્રસ્‍ટની પ્રવૃતિઓનો લાભ લેવા હક્કદાર રહેશે.

૩.     ટ્રસ્‍ટના ઉદ્દેશો :
       અમદાવાદ શહેરના માસ્‍ટર પ્‍લાન વિસ્‍તારમાં વસતા તમામ કોમના આર્થિક, સામાજિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક અને ધંધા રોજગાર વિષયક વિકાસ અને ઉન્‍નતો માટે રચવામાં આવેલ ‘‘છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદ ’’ ના બંધારણના મુખ્‍ય ઉદ્દેશો નીચે મુજબ રહેશે :

       (અ)        અમદાવાદ શહેરના માસ્‍ટર પ્‍લાન વિસ્‍તારની હદમાં વસતા તમામ કોમની વ્‍યકિતઓમાં સહકારની ભાવના, એકતા અને સંગઠન વધે અને દેશની અન્‍ય કોમોની સાથે ભાઇચારાના સંબંધો વધે, કોમી એખલાસ સ્‍થપાય, સરવે રીતે શાંતિ અને સહકાર સ્‍થપાય તથા તમામ કોમની વ્‍યકિતઓ ભારતના સારા નાગરિકો બને તે માટે જરૂરી કાર્યવાહી કરવી.
       (બી)       તમામ કોમોની વ્‍યકિતઓ સામાજિક, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક, ઔધૌગિક, આર્થિક અને ધંધા વિષયક ક્ષેત્રે પ્રગતિ કરે અને દેશ અને દુનિયામાં તેમનું નામ રોશન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી તથા તેઓના શૈ્ક્ષણિક, સામાજિક, સાંસ્‍કૃતિક વિગેરે હક્કોનું રક્ષણ કરવું.
       (સી)       તમામ કોમોની વ્‍યકિતઓના બાળકોના શિક્ષણ અને સરવાંગી વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવી અને તે માટે શિક્ષણ સંસ્‍થાઓ ઉભી કરવી, ચલાવવી, નિભાવવી અને તમામ કૌમના બાળકોને તેમના ભાવિ જીવનમાં પગભર થવામાં મદદરૂપ નીવડે અને તેઓ સ્‍વાવલંબી બને તેવા શિક્ષણ માટેનું અને તે અંગેના શિક્ષણધામોનું આયોજન કરવું, ઔધૌગિક શાળાઓ, ઔધૌગિક યુનિટો શરૂ કરવા, ચલાવવા અને નિભાવવા તથા શિષ્‍યવૃતિઓ, પુસ્‍તકો અને અન્‍ય સહાય આ માટે પુરી પાડવી.
       (ડી)        તમામ કોમોની વ્‍યકિતઓના દુ:ખો દૂર થાય, તેઓ પગભર બને, તેમને તેમના નોકરી ધંધામાં પડતી તકલીફો દૂર થાય, તેઓ સ્‍વાવલંબી બને, ખોટી સામાજિક રૂઢિઓ અને ખોટા ખ્‍યાલો અને રિવાજો અને વહેમો તથા ખર્ચાઓને તિલાંજલિ આપે અને સરળ અને સાદા રિવાજો અપનાવે તથા તેમની આર્થિક, સામાજિક અને ધંધા રોજગાર વિષયક તકલીફો દૂર થાય, વેપારધંધાના વિકાસ અર્થે જરૂરી તમામ માલસામાન, ચીજવસ્‍તુઓ, યંત્ર સામગ્રી, આર્થિક સહાય, કાચો માલ, કવોટા વિગેરે મેળવવામાં પડતી તકલીફો દૂર કરવી તથા તૈયાર માલ વેચવા માટે બજાર મેળવવામાં ઔધૌગિક તાલીમ અંગેમાં કેન્‍દ્રો શરૂ કરવા, ચલાવવા તથા નિભાવવા માટે જે કોઇપણ પ્રકારની સહાય કરવી, તે માટેની વ્‍યવસ્‍થા કરવી, તે અંગે સંસ્‍થાઓ ઉભી કરવી, ચલાવવી અને નિભાવવી અને હરિફાઇ પ્રકારની વૈદકિય સહાય આપવી.
       (એફ)      તમામ કૌમની વ્‍યકિતઓના વસવાટ અંગેના પ્રશ્‍નો હલ કરવા અને યોગ્‍ય શરતોએ અને કિંમતે રહેઠાણ અંગેની સુવિધાઓ પુરી પાડવી તથા વસવાટ અંગે કોઇ યોજના કરવા હોય તો તે માટે શકય તે રીતે સહાયભૂત થવું.
       (જી)        તમામ કોમોની વ્‍યકિતઓ વચ્‍ચે પ્રેમભાવ વધે તથા અન્‍ય કોમોની વ્‍યકિતઓ સાથે ભાઇચારો વધે તે માટે સ્‍નેહસંમેલનો, સમારંભો, મિલન સમારંભો, બાળમેળા, આનંદમેળા, રંજન કાર્યક્રમો વિગેરે યોજવા તથા પ્રવાસ, પર્યટનો, યાત્રાઓ, ટુરો યોજવી.
       (એચ)      ટ્રસ્‍ટની માલિકીની મિલકતોનો વહીવટ કરવો તથા તેને સુધારવા, વધારવા, રીપેર કરાવવા અને તેમાંથી આવક થાય તે દિશામાં પગલાં ભરવા.
       (આઇ)     અમદાવાદ શહેરની ઘણી વસતિ કાપડ ટેક્ષટાઇલ ઉધોગમાં રોકાયેલ છે તે સંજોગોમાં ટેક્ષટાઇલ ઉધોગ ક્ષેત્રે તેઓ પ્રગતિ સાધી શકે તે માટે તથા તે ધંધા માટે જરૂરી તાલીમ તેઓને પ્રાપ્‍ત થાય તે માટે જરૂરી પગલાં ભરવા.
       (જે)        તમામ કોમોના સભ્‍યોના હિતમાં ડોનેશનો લેવા, ભેટસોંગાદો સ્‍વીકારવી, ચેરીટી શો કરવા, ટ્રસ્‍ટના હેતુઓ તથા ઉદ્દેશોને અનુરૂપ પ્રવૃતિઓ માટે દાન સ્‍વીકાચરવા તથા તેવી પ્રવૃતિઓ ચલાવવા યા કરવા ટ્રસ્‍ટોનો વહિવટ સ્‍વીકારવો અથવા તેવા ટ્રસ્‍ટોને સ્‍વીકારી આ ટ્રસ્‍ટમાં સમાવી લેવા.
       (કે)         આ ટ્રસ્‍ટના ઉદ્દેશોને અનુરૂપ હોય યા સહાયક હોય યા તે સિધ્‍ધ કરવા માટે આવશ્‍યક હોય તેવા તમામ કાર્યો કરવા તથા પગલાં ભરવા તથા દેશકાળ તથા સ્‍થળ, સમય અને પલટાતા સમાજ અને સંજોગોને ધ્‍યાનમાં રાખી વખતોવખત અન્‍ય જે કાંઇ પ્રવૃતિ યા પ્રવૃતિઓ અને કાર્યક્રમો તમામ કોમની વ્‍યકિતઓના હિતમાં કરવી યોગ્‍ય લાગે તે કરવા.

૪.     ટ્રસ્‍ટીઓની સંખ્‍યા અને લાયકાત :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટી તેના સભ્‍યોમાંથી ટ્રસ્‍ટની મિલકતોના વહિવટ, વ્‍યવસ્‍થા અને સરળ સંચાલન માટે યોગ્‍ય વ્‍યકિતઓની ટ્રસ્‍ટી તરીકે નિમંણૂક કરશે અને આવી રીતે નીમાયેલા ટ્રસ્‍ટીઓ ટ્રસ્‍ટની મિલકતોનો વહિવટ કરશે.
       (એ)        ટ્રસ્‍ટીઓની સંખ્‍યા વધુમાં વધુ સાત અને ઓછામાં ઓછી ત્રણની રહેશે, જે પૈકી એક ટ્રસ્‍ટી તરીકે આ ટ્રસ્‍ટના પ્રમુખ તેમના હોદ્દાની રૂઇએ રહેશે.
       (બી)       આ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટની વહિવટી કમિટી દ્વારા નીમવામાં આવનાર ટ્રસ્‍ટીઓ, સારા, લાયક, સુપત્ર અને ટ્રસ્‍ટમાં રસ ધરાવનાર તથા અમદાવાદ શહેરના માસ્‍ટર પ્‍લાન વિસ્‍તારમાં વસવાટ કરતી વ્‍યકિતઓ હોવી જોઇએ.
       (સી)       ટ્રસ્‍ટી મંડળની મુદ્દત વહિવટી કમિટીની મુદ્દત મુજબના સમય જેટલી રહેશે. એટલે કે મહાવર્ષની રહેશે.
       (ડી)        સંજોગોવસાત આ ટ્રસ્‍ટીમંડળમાં જગ્‍યા ખાલી પડશે તો ખાલી પડેલ જગ્‍યા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટી કમિટી બાકીના સમય માટે પુરી કરી શકશે.

પ.    ટ્રસ્‍ટની મિલકતો :
       અમદાવાદ સમસ્‍ત છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની મિલ્‍કતોમાં હાલ નીચે મુજબની મિલ્‍કતો છે.
       (એ)        રોકડ રકમ રૂપિયા ૧૦૧) અંકે રૂપિયા એકસો એક પુરા જે શહેર અમદાવાદમાં ટેક્ષટાઇલ પ્રોસેસર્સ કો-ઓ. બેન્‍કમાં જમા પડયા છે તે ઉપરોકત મિલકત તથા તેનો વધારો તથા હવે પછીથી ટ્રસ્‍ટ જે કાંઇ નવી સ્‍થાવર, જંગમ મિલકતો સંપાદન કરે તે તમામ મિલ્‍કતો ટ્રસ્‍ટની માલિકીની મિલકતો ગણાશે.

૬.     ટ્રસ્‍ટની મિલકતો સંપ્રાપ્‍ત થવા બાબત :
       ટ્રસ્‍ટની મિલકતો જે તે સમયે ટ્રસ્‍ટની વહિવટી કમિટીએ જે ટ્રસ્‍ટી કમિટી નીમી હોય અને ચાલુ હોય તેવા ટ્રસ્‍ટી કમિટીના સભ્‍યોમાં, ટ્રસ્‍ટીઓમાં સંપ્રાપ્‍ત થશે અને તે તમામ મિલકતોનો વ્‍યવસ્‍થા અને વહિવટ તે ટ્રસ્‍ટીઓ આ ટ્રસ્‍ટના ઉદ્દેશો અને હેતુઓને આધિન રહીને કરશે.

૭.     ટ્રસ્‍ટની મિલકત તથા ટ્રસ્‍ટીઓમાં સંપ્રાપ્‍ત થવા બાબત :
       જયારે જયારે નવા ટ્રસ્‍ટોઓની નિમંણૂક કરવામાં આવે ત્‍યારે ત્‍યારે પહેલાંના ટ્રસ્‍ટીઓનાં નામે જે મિલકત હોય તે મિલકતો ચાલુ રહેતાં ટ્રસ્‍ટીઓનાં નામ ઉપર ચઢાવી દેવી જોઇશે.

૮.     ટ્રસ્‍ટની સ્‍થાવર મિલકત બાબત :
       ટ્રસ્‍ટની સ્‍થાવર મિલકતો ટ્રસ્‍ટની વહિવટી કમિટી દ્વારા નીમાયેલા ટ્રસ્‍ટી કમિટી લેખિત ઠરાવ કરી કોઇપણ ત્રણ ટ્રસ્‍ટીઓનાં નામ ઉપર રાખી શકશે, જે ત્રણ ટ્રસ્‍ટીઓ પૈકી એક પ્રમુખ હોવા જોઇએ.

૯.     ઓફિસ :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની ઓફિસ શહેર અમદાવાદમાં હાલ તાજપુર, નવી મસ્‍જિદ પાસે રહેશે. યોગ્‍ય સમયે તે અન્‍ય સ્‍થળે ખસેડી શકાશે.

૧૦.    ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટી કમિટી :
       અમદાવાદ સમસ્‍ત છીપા જમાત કમિટીના ચૂંટાયેલા સભ્‍યો અને હોદ્દેદારો તેમના હોદ્દાની રૂઇએ આ ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટી કમિટીના સભ્‍યો ગણાશે. અને આ ચેરીટેબલ ટ્રસ્‍ટનો વહિવટ કરશે. અમદાવાદ સમસ્‍ત છીપા જમાત કમિટીએ જે સભ્‍યોને કો-ઓપ્‍ટ કર્યા હશે તેઓ પણ આ ચેરીટેબલ ટ્રસ્‍ટની કમિટીમાં કો-ઓપ્‍ટ સભ્‍ય ગણાશે. અને કો-ઓપ્‍ટ સભ્‍ય તરીકે કામ કરવા હકદાર રહેશે.

૧૧.    વહિવટી કમિટીની મુદ્દત :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની કમિટીની મુદત અમદાવાદ સમસ્‍ત છીપા જમાત કમિટીના હોદ્દેદારોની મુદત મહાવર્ધની રહેશે અને તે પહેલાં જો કોઇ જગ્‍યા ખાલી પડશે તો અમદાવાદ છીપા સમસ્‍ત જમાત કમિટીના બંધારણની જોગવાઇઓ મુજબ બાકીના સમય માટે સભ્‍યો પસંદ કરી ખાલી જગ્‍યાઓ પુરી શકશે.

૧ર.    હોદ્દેદારો :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીમાં નીચે મુજબનાં હોદ્દેદારો રહેશે :-
       (૧) પ્રમુખ (ર) ઉપપ્રમુખ (૩) જનરલ સેક્રેટરી (૪) ત્રણ જોઇન્‍ટ સેક્રેટરી (પ્) ખજાનચી
       આ હોદ્દેદારોના ચૂંટણી છીપા સમસ્‍ત જમાત કમિટીએ પોતાના ચૂંટાયેલા મેમ્‍બરોમાંથી જે સભ્‍યોને તેમની જમાત કમિટીમાં ઉપરોકત હોદ્દાઓ માટે હોદ્દેદારો તરીકે ચુંટયા હશે તે હોદ્દેદારો આ છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારો ગણાશે અને સંજોગોવસાત જો તેમાં ખાલી જગ્‍યા પડશે તો તે જગ્‍યા બાકીના સમય માટે છીપા સમસ્‍ત જમાત કમિટી પુરી શકશે અને આ રીતે છીપા સમસ્‍ત જમાત કમિટીએ ચુંટેલા હોદ્દેદારો તેમના હોદ્દાની રૂઇએ આ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારો ગણાશે.

૧૩.    કાર્યક્ષેત્ર :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટી, અમદાવાદનું કામ આ બંધારણ મુજબ ટ્રસ્‍ટની જે કાંઇ મિલકતો હોય યા ભવિષ્‍યમાં નવી વસાવવા યા સંપાદન કરવામાં આવે તે મિલકતોનો વહિવટ કરવો તથા બંધારણનો અમલ કરવા કરાવવાનો રહેશે તથા આ ટ્રસ્‍ટના ઉદ્દેશોને પરિપુર્ણ કરવા યોગ્‍ય પગલાં લેવા લેવરાવવાનો રહેશે.

૧૪.   પ્રમુખની સત્‍તા અને ફરજો :
       (૧)         પ્રમુખ છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદના પ્રમુખ ગણાશે.
       (ર)         છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની તમામ સભાઓનું પ્રમુખસ્‍થાન સંભાળશે અને સભાઓમાં શિસ્‍તનું પાલન કરાવશે અને ટ્રસ્‍ટની મીટીંગનું પણ સંચાલન કરશે.
       (૩)         કોઇપણ મતભેદવાળા બાબત ઉપર રૂલીંગ આપશે.
       (૪)        પ્રમુખને મીટીંગ બોલાવવાનો, બરખાસ્‍ત કરવાનો તેમજ મુલત્‍વી રાખવાનો અધિકાર રહેશે.
       (પ)        છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની પ્રવૃતિઓ કાર્યક્રમો, કામકાજ અને કાયદા વિષયક બાબતો ઉપ્‍ર દેખરેખ રાખશે અને સામાન્‍ય દોરવણી આપશે.
       (૬)         પ્રમુખને કોસ્‍ટીંગ વોટ આપવાનો અધિકાર રહેશે.

૧પ.   ઉપપ્રમુખની સત્‍તા અને ફરજો :
       પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખની સત્‍તા અને ફરજો પ્રમુખની સત્‍તા અને ફરજો મુજબની રહેશે.

૧૬.    જનરલ સેક્રેટરીની સત્‍તા અને ફરજો :
       જનરલ સેક્રેટરીની સત્‍તા અને ફરજો નીચે મુજબની રહેશે.
       (૧)         નોકરોને પગાર આપશે.
       (ર)         નોકરોની ગેરવર્તણૂક માટે દંડ તથા શિક્ષા કરશે.
       (૩)         છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદના નામથી પત્રવ્‍યવહાર કરશે.
       (૪)        પ્રમુખ સાથે સલાહમશવરો કરી જનરલ મીટીંગ અથવા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીની મીટીંગ બોલાવશે અને તેની પ્રોસીડોંગ્‍ઝણ પધ્‍ધતિસર રાખશે અને જાળવશે.
       (પ)        છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીના ઠરાવોનો અમલ કરશે અને કરાવશે.
       (૬)         છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીની પરવાનગીથી નકામા ડેડસ્‍ટોકનો નિકાલ કરશે અને નવું ખરીદશે.
       (૭)        નોકરોને એક માસ સુધી રજા આપી શકશે.
       (૮)         પ્રમુખની સુચના તથા દેખરેખ નીચે રૂ. ર,૦૦૦) અંકે રૂપિયા બે હજાર સુધીનું ખર્ચ કરવાની સત્‍તા રહેશે.
       (૯)        છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીની મંજૂરી મેળવી સંસ્‍થા વતી દાવા તથા સીવીલ તથા ક્રીમીનલ પ્રોસીડોંગ્‍ઝ કરી શકશે તથા તેના કોઇપણ દાવા તથા પ્રોસીડોંગ્‍ઝમાં બચાવ કરી શકશે. તેમજ પ્‍લીડીંગમાં સહી કરી શકશે, વકીલ રોકી શકશે, તેમજ સમાધાન કે તોડજોડ કરી શકશે લવાદી સ્‍વીકારી શકશે તથા લવાદનો એવોર્ડ સ્‍વીકારી શકશે યા ચેલેન્‍જ કરી શકશે તેમજ ટ્રસ્‍ટ દ્વારા તેમજ ટ્રસ્‍ટ વિરૂધ્‍ધ થયેલ દાવા તેમજ પ્રોંસીડોંગ્‍ઝ માંડીવાળી શકશે. કોર્ટમાંથી સ્‍ટેમ્‍પ કે કોર્ટ ફી રીફન્‍ડ તેમજ નાણાં વિગેરે ઉપાડી શકશે તેમજ દાવા અગર પ્રોંસીડોંગ્‍ઝ અંગે જરૂરી તમામ કાર્યવાહી કરી શકશે.
(૧૦)  બીજી બે ફરજો તથા કામો વખતોવખત છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટી સોપ્‍શે તે અદા કરશે.

૧૭.   જોઇન્‍ટ સેક્રેટરીની સત્‍તા અને ફરજો :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટના જનરલ સેક્રેટરી તેમને બજાવવાની સતા અને ફરજો પૈકી જે કાંઇ સતા યા ફરજો બજાવવાની કામગીરી જે તે જોઇન્‍ટ સેક્રેટરીને સોંપશે તે પ્રમાણે જે તે જોઇન્‍ટ સેક્રેટરી સતા ભોંગવશે અને અદા કરશે. અને સેક્રેટરીની ગેરહાજરીમાં તેમની કૂલ સતાઓ અને ફરજોનો જનરલ સેક્રેટરી તરફથી જેને ચાર્જ સોંપવામાં આવશે તે જનરલ સેક્રેટરી વતીથી સતા ભોંગવશે અને અદા કરશે.

૧૮.    ટ્રેઝરરની સત્‍તા અને ફરજો :
       છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીના નામનું ખાતું ટ્રસ્‍ટીમંડળે નક્કી કર્યા મુજબની બેન્‍ક યા બેનકોમાં પ્રમુખ તથા જનરલ સેક્રેટરી તથા ટ્રેઝરરના જોઇન્ટ નામે ખોલાવશે એટલે કે શરૂ કરશે અને આવું ખાતું યા ખાતાઓ કોઇપણ બેની સહીથી ઓપરેટ કરી શકાશે. ટ્રેઝરરને ઓછામાં ઓછી રૂ. ર૦૦) તથા વધારેમાં વધારે રૂ. પ૦૦) સુધીની રકમ હાથ ઉપર રાખવાની સતા રહેશે. ટ્રેઝરર પ્રમુખ યા સેક્રેટરીની રજા વગર રૂ. પ૦) અને રજાથી રૂ. પ૦૦) સુધીનો ખર્ચ કરી શકશે છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીના તમામ હિસાબો ચોપડાઓને રેગ્‍યુલરલી મેઇનટેઇન કરવા કરાવવાની અને રાખવાની ટ્રેઝરરની જવાબદારી રહેશે.

૧૯.    છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની આવકનાં સાધનો :
       ફંડફાળો, વ્‍યાજ, દાન, લાગો, ભેટસોંગાદો, ભાડાની આવક તથા દંડ, રંજન કાર્યક્રમો, ચેરીટેબલ શો, સુવેનીરની પ્રસિધ્‍ધી વિગેરેમાંથી થતી આવક રહેશે.

ર૦.   શિસ્‍ત અંગેનાં નિયમો :
       અત્‍યારના છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટ કમિટી ઘડી મંજુર કરે અને અમલમાં મુકે તે નીતિનિયમો આ ટ્રસ્‍ટના નીતિનિયમો ગણાશે અને તેવી રીતે ઘડેલ નીતિનિયમો આ ટ્રસ્‍ટના નીતિનિયમોમાં વખતોવખત સુધારાવધારા કરવાની સતા સમસ્‍ત છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની વહીવટી કમિટીને આપવામાં આવે છે.

ર૧.    હાલની છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહીવટી કમિટીના મેમ્‍બરોનાં નામો અને હોદ્દેદારોનાં નામો નીચે મુજબ છે અને નીચે વિગતે દર્શાવેલ વ્‍યકિતઓની બનેલ છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટી કમિટી તા. ૧પ-૯-૧૯૮રના રોજના ઠરાવથી અમલમાં આવી છે અને તે જ તારીખથી ચેરીટેબલ ટ્રસ્‍ટનો વહીવટ સંભાળી લીધો છે.
(૧)      જનાબ હાજી અબ્‍દુલગની હાજી સુલતાનજી સોજતવાલા
(ર)      જનાબ અબ્‍દુલકરીમ ગનીભાઇ કાબલી
(૩)      જનાબ હાજી શમસુદ્દીન ગનીભાઇ દેવડીવાલા
(૪)      જનાબ ઇબ્રાહીમ કાસમજી રંગવાલા
(પ)      જનાબ હાજીમોહંમદ કરીમજી બાબજી
(૬)      જનાબ યાકુબભાઇ ઇસ્‍માઇલજી બોલવાલા
(૭)      જનાબ હાજી અબ્‍દુલકરીમ નુરમોહંમદ સવાઇજીવાલા
(૮)      જનાબ મોહંમદશરીફ જમાલજી નાગોરવાલા
(૯)      જનાબ ગનીભાઇ મહેમુદજી દેવલાજીવાલા
(૧૦)     જનાબ હાજી યુસુફભાઇ યાકુબજી ગુંદવાલા
(૧૧)     જનાબ ઇસ્‍માઇલભાઇ હાજી રહેમાનજી સીરાવાલા
(૧ર)     જનાબ યાકુબભાઇ ઇબ્રાહીમભાઇ ફોજદાર
(૧૩)     જનાબ ડો. મોહંમદહનીફ યાકુબભાઇ છીપા
(૧૪)     જનાબ ઉસ્‍માનગની એહમદની પીપાડવાલા
(૧પ)    જનાબ ફરીદમોહંમદ હકીમજી રજાઇવાલા
(૧૬)     જનાબ હાજી નુરમોહંમદ જમાલજી ખોળિયાવાલા
(૧૭)     જનાબ હાજી મોહંમદ હુસેનજી બિસોરા
(૧૮)     જનાબ મોહંમદશરીફ નુરમોહંમદ અજમેરી
(૧૯)     જનાબ મોહંમદશરીફ ઇબ્રાહીમજી બંગલાવાલા
(ર૦)     જનાબ હાજી અબ્‍દુલગફુર ઇબ્રાહીમજી હોકાબાજ
(ર૧)     જનાબ હાજી મોહંમદશરીફ અલાઉદ્દીનજી કુચેરાવાલા
(રર)     જનાબ યાકુબભાઇ એહમદજી માખી
(ર૩)     જનાબ ઇકબાલભાઇ અબ્‍દુલરહીમ કાજલવાલા
(ર૪)    જનાબ મોહંમદશરીફ હાસમભાઇ મુન્‍શી
(રપ)    જનાબ ઇસ્‍હાકભાઇ મોહંમદશરીફ છીપા
(ર૬)     જનાબ યુસુફભાઇ મુસાજી પાલીવાલા
(ર૭)    જનાબ યાકુબભાઇ એહમદજી હઠીસીંગવાલા
(ર૮)     જનાબ ઇસ્‍માઇલભાઇ ઇબ્રાહીમભાઇ રીંછડીવાલા
(ર૯)     જનાબ ઉસ્‍માનગની કાસજી છાવણીવાલા

કો-ઓપ્‍ટ સભ્‍યો
(૩૦)     જનાબ યુસુફભાઇ તનાબક્ષજી અમરાવતીવાલા
(૩૧)     જનાબ એહમદભાઇ દાઉદજી જાવરાવાલા
(૩૨)     જનાબ હનીફભાઇ ગનીભાઇ દાસ્‍તાન
(૩૩)     જનાબ ઇસ્‍માઇલભાઇ કરીમજી દેવડીવાલા
(૩૪)     જનાબ હાજીમોહંમદ ગનીભાઇ ગુલીવાલા
(૩૫)     જનાબ ડો. ઇકબાલભાઇ કાસમજી માદલાવાલા

રર.      હાલની ટ્રસ્‍ટી કમિટીનાં નામો નીચે મુજબ છે.
(૧)      જનાબ હાજી અબ્‍દુલગની હાજી સુલતાનજી સોજતવાલા
(૨)      જનાબ હાજી શમસુદ્દીન ગનીભાઇ દેવડીવાલા        
(૩)      જનાબ ફરીદમોહંમદ હકીમજી રજાઇવાલા
(૪)      જનાબ યુસુફભાઇ તનાબક્ષજી અમરાવતીવાલા
(૫)      જનાબ એહમદભાઇ દાઉદજી જાવરાવાલા
          ઉપર મુજબની ટ્રસ્‍ટ કમિટી તા.     -      - ૮૨ના રોજથી અમલમાં આવી છે અને તેમણે પોતાની કામગીરી સંભાળી છે.

૨૩.      બંધારણમાં સુધારાવધારા :
          આ બંધારણમાં સુધારા વધારા કરવાનો સતા તથા હેતુ અને ઉદ્દેશો બાબત યોગ્‍ય નિર્ણય કરવાની સતા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટીને રહેશે. પરંતુ તેમને તેવો સુધારોવધારો અમલમાં મુકતાં પહેલાં એ જ કામ માટે બોલાવેલી છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની ખાસ અસધારણ સભામાં હાજર રહેલ સભ્‍યોની ર!૩ બહુમતિથી ઠરાવ કરી સુધારો વધારો મંજુર કરાવવો પડશે.

૨૪.      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટીની મીટીંગ :
          છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટી કમિટીની મીટીંગ સેક્રેટરી અગર તો પ્રમુખ અગર તો કમિટીના ઓછામાં ઓછા ૧૨ સભ્‍યો તેમની સહીથી બોલાવી શકશે. આવા મીટીંગ બોલાવવા માટે એક દિવસ અગાઉના સરકયુલર અથવા નોટિસની પ્રથા રહેશે, પરંતુ સદરહુ નોટિસમાં સભાનું કામકાજ, તારીખ, સમય તથા સ્‍થળ દર્શાવવામાં આવશે. મીટીંગ ઓછામાં ઓછી મહિનામાં એક વખત બોલાવવાની રહેશે. મેનેજિંગ કમિટીનું કોરમ ૧!૩ સભ્‍યોનું રહેશે. મેનેજિંગ કમિટીનું અડધા કલાકમાં કોરમ ના થાય તો તે સભા એટલે કે જે તે મીટીંગની નોનકોરમ થયેલ સભા એક કલાક સુધી મુલત્‍વી રાખવામાં આવશે. મુલત્‍વી રહેલી નોનકોરમ મીટીંગ પછીની મીટીંગમાં તેના તે જ કામો કરવા માટે કોરમના જરૂર રહેશે નહિ.

૨૫.      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટીની સતા અને ફરજો :
          (૧)      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદના બંધારણ તથા ધારાધોરણ અનુસાર મળેલી સતા અને ફરજો ઉપરાંત છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની તમામ સ્‍થાવર, જંગમ મિલ્‍કત, ફંડ, અકસ્‍યામતોની વહિવટી સતા, દેખરેખ, રક્ષણ, નિભાવવાની જવાબદારી અને હક્ક તથા તે બાબત જરૂરી સલાહ સુચનો કરવાની, માર્ગદર્શન આપવાનો, નિર્ણય કરવાનો તથા અન્‍ય કાર્યવાહી ટ્રસ્‍ટના હિતમાં કરવાની સતા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટીને રહેશે.
          (ર)      જયારે જયારે જરૂર પડે ત્‍યારે છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટી પેટા કમિટીઓ નીમી શકશે અને તેમને કામગીરી તથા અખત્‍યાર સોંપશે અને તેમાં ગમે ત્‍યારે ફેરફાર કરી શકશે.
          (૩)      સ્‍ટાફની નિમણૂંક કરવાની, તેમના પગાર તથા ગ્રેડ તથા નોકરોની શરતો નક્કી કરવાની, સસ્‍પેન્‍ડ કરવાનો અથવા બરતરફ કરવાની અને જરૂર જણાય તો હોદ્દેદારો તેમજ સભ્‍ય, કાર્યકરો માટે બજેટને આધિન રહીને ‘‘ઓનરેરિયમ’’ નક્કી કરવાની સતા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટીને રહેશે.
          (૪)      કોઇપણ કામ અંગે થયેલ ખર્ચ તે ચાલુ વર્ષમાં દર્શાવ્‍યા સિવાયના હશે તો તે ખર્ચ તે પછીની જનરલ બોર્ડની વાર્ષિક મીટીંગમાં મંજુર કરવાનો રહેશે.
          (૫)      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટનાં હેતુઓ અને ઉદ્દેશો બર લાવવા માટે કોઇપણ સ્‍થાવર મિલ્‍કત ખરીદવા, વેચવા, અદલાબદલી કરવા, મોરગેજ મુકવા, પટથી લેવા અથવા આપવા તથા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ માટે લોન લેવાની તથા તે માટે જરૂરી કામગીરી કરવાને માટે છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટીને ઠરાવ કરજાની સતા રહેશે.
          (૬)      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉદ્દેશો અને હેતુઓ પાર પાડવા માટે જરૂરી કાર્યવાહી અને કાર્યો કરવાની તથા તે અંગે થતા જરૂરી ખર્ચનો નિર્ણય છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટી કરી શકશે.
          (૭)      નવી છીપા ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની વહિવટી કમિટી અને હોદ્દેદારો જયાં સુધી ચાર્જ ના લે ત્‍યાં સુધી જુની છીપા ચેરીટેબલ ટ્રસ્‍ટ વહિવટી કમિટી અને તેના હોદ્દેદારો કામ કરશે અને તે હોદ્દેદારો કાયદેસરના ગણાશે અને તેઓએ કરેલ કામગીરી કાયદેસરની ગણાશે.
          (૮)      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની તમામ સ્‍થાવર જંગમ મિલકતોનો ઉપયોગ આ ટ્રસ્‍ટના હેતુઓ માટે અને ઉદ્દેશોને આગળ ધપાવવા માટે છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટની વહિવટી કમિટીને હક્ક રહેશે.
          (૯)      જરૂર જણાય તે પ્રમાણે વખતોવખત આ ધારાધોરણ તથા ઉદ્દેશોમાં સુધારોવધારો, ફેરફાર કરવાની યા શિસ્‍ત અંગેના નિયમો ઘડવાની યા રદબાતલ કરવાની અને પેટા કાનુનો બનાવવાની સતા ટ્રસ્‍ટની મેનેજિંગ કમિટીને રહેશે. પરંતુ તેવા સુધારા વધારા, ફેરફારો તથા રદ કરેલા ધારાધોરણો અને પેટા કાનુનો જનરલ મીટીંગમાં મંજુર થયા બાદ અમલી ગણાશે.

૨૬.      વાર્ષિક જનરલ મીટીંગ :
          આ ટ્રસ્‍ટનું વર્ષ પુરૂં થયા બાદ દર વરસે ૩૧મી માર્ચ પહેલાં વાર્ષિક મીટીંગ બોલાવવામાં આવશે અને તે સભામાં નીચે મુજબનું કામકાજ કરવામાં આવશે :-
          (એ)     મેનેજિંગ કમિટીએ રજુ કરેલા મંડળના કામકાજના રિપોર્ટ તથા હિસાબો મંજુર કરવા.
          (બી)     ચાલુ વર્ષનું આવક-જાવકનું અંદાજી બજેટ મંજુર કરવા.
          (સી)     મુદત પુરી થયે મંડળના ટ્રસ્‍ટીઓ, પ્રમુખ તથા ઉપપ્રમુખો તથા મેનેજિંગ કમિટીના સભ્‍યોની વરણી બાબત અમદાવાદ સમસ્‍ત છીપા જમાતને વિનંતી કરવા.
          (ડી)     ઓડિટરની નિમંણૂક કરવા અને તેનું મહેનતાણું નક્કી કરવા.
          (ઇ)      પ્રમુખશ્રીનો રજાથી જે કાંઇ રજુ કરવામાં આવે તે.

૨૭.      રેકવીઝીશન મીટીંગ :-
          આ મંડળના રેકવીઝીશન જનરલ મીટીંગ ૩૫ અથવા વધુ સભ્‍યો તેમના સહીથી પ્રમુખને રેકવીઝીશન આપી બોલાવવા ફરજ પાડશે. જો રેકવીઝીશન મીટીંગમાં મુકવા માટે કામો બતાવવામાં આવ્‍યા હશે તો પ્રમુખ રેકવીઝીશનથી તારીખથી ૧૫ દિવસમાં મીટીંગ બોલાવવાનો પ્રબંધ કરશે. જો ૧૫ દિવસમાં રેકવીઝીશન મીટીંગ બોલાવવાનો પ્રબંધ પ્રમુખ નહિ કરે તો રેકવીઝીશનમાં સહી કરનારાઓ કોઇ પણ ૧૨ સભ્‍યો ૭ દિવસની નોટિસ આપી આવી મીટીંગ બોલાવી શકશે ધારા નં. ૭ (૧૪) માં બતાવ્‍યા પ્રમાણે કોરમ નહિ થાય તો મીટીંગ મુલત્‍વી રાખવામાં આવશે નહિ પણ બરખાસ્‍ત કરવામાં આવશે.

૨૮.      સંસ્‍થાની તમામ મીટીંગોનું પ્રમુખસ્‍થાન પ્રમુખ લેશે. અને તેમની ગેરહાજરીમાં મેનેજિંગ કમિટી નક્કી કરે તે ઉપપ્રમુખ પ્રમુખસ્‍થાન લેશે અને બધા ઉપપ્રમુખો ગેરહાજર રહે તો મીટીંગમાં હાજર રહેવા કોઇપણ સભ્‍યને તે જ મીટીંગ માટે પ્રમુખ તરીકે ચુંટી કાઢવામાં આવશે.

૨૯.      મંડળનું કામકાજ હાજર રહેલા સભ્‍યોની લઘુમતિથી કરવામાં આવશે. પ્રમુખને વધારાનો કાસ્‍ટીંગ વોટ આપવાનો હક્કરહેશે.

૩૦.      પ્રમુખ અથવા ઉપપ્રમુખની સલાહમશવરાથી ઓનરરી જનરલ સેક્રેટરી ર૪ કલાકની નોટિસથી મેનેજિંગ કમિટીની મીટીંગ બોલાવી શકશે. નોટિસમાં મીટીંગનું કામકાજ, તારીખ, ટાઇમ તથા સ્‍થળ દર્શાવવામાં આવશે.

૩૧.      નવી મેનેજિંગ કમિટીના સભ્‍યો હોદ્દો સંભાળ્યા પછી એક અઠવાડિયામાં પ્રમુખ મેનેજિંગ કમિટીના સભ્‍યોની મીટીંગ બોલાવશે.

.      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદનું હિસાબો વર્ષ :-

                  છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદનું હિસાબી વર્ષ અંગ્રેજી કેલેન્‍ડર પ્રમાણે ૧લી એપ્રિલ થી બીજા વર્ષના માર્ચ આખરનું રહેશે અને દેશીનામા પધ્‍ધતિએ તેના દરેક હિસાબો ચોપડા વિગેરે રાખવામાં આવશે.

૩૩.      ઓડિટર્સ :                    

                  છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદની કમિટી દર વરસે તેના હિસાબો ઓડિટ કરાવવા માટે ઓડિટરની નિમંણૂક કરશે.

૩૪.     ધારાધોરણમાં સુધારાવધારા :                    

                  મંડળના ધારાધોરણમાં સુધારાવધારા કરવાની સતા બોર્ડની જનરલ મીટીંગમાં હાજર રહેલા સભ્‍યોના ર!૩ મતોના ઠરાવથી જનરલ બોર્ડની રહેશે.

૩૫.      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીના મેમ્‍બરોની જવાબદારી બાબત :                    

         (૧)      શુધ્‍ધ બુધ્‍ધિથી આ નિયમો પ્રમાણે કરેલું કામ ગેરકાયદેસર ગણાશે નહિ.           (૨)      કોઇપણ મેમ્‍બરની બદદાનત અગર ગંભીર બેદરકારી સિવાય જમાતની કોઇપણ રકમ કે મિલકતને નુકસાન થાય તો તે માટે કોઇ મેમ્‍બર જાતે જવાબદાર થશે નહિ.                    

         (૩)      કોઇપણ મેમ્‍બર પોતાના સહ મેમ્‍બરોમાંથી કોઇના કપટ ઉપરાંત ગેરવર્તન અથવા નિષ્‍કાળજી બાબત જાતે જવાબદાર થશે નહિ.

૩૬.      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીનો કોઇપણ મેમ્‍બર મરણ પામવાથી અગર તો રાજીનામે આપી તે રાજીનામું મંજુર થયેથી અગર તો શારીરિક અગર તો માનસિક કારણોસર તેની જવાબદારીઓ બજાવી શકે તેમ ના હોય તો તે મેમ્‍બરમાંથી કમી થયેલો ગણાશે.                    

૩૭.      છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીનો કોઇપણ મેમ્‍બર સતત ત્રણ મીટીંગમાં ગેરહાજર રહેશે તો કમિટીને તેને ચાલુ રાખવો કે કેમ તે નક્કી કરવાનું રહેશે. આવી રીતે દૂર કરાયેલ મેમ્‍બરને ફરીથી ચુંટી કાઢવાની સતા છીપા જમાત ચેરીટેબલ ટ્રસ્‍ટ કમિટીને રહેશે. અગાઉથી પ્રમુખને લેખિત જાણ કરી મેમ્‍બર ગેરહાજર રહી શકશે.

૩૮.      સંસ્‍થાને બંધ કરવા બાબત :-

                  આ સંસ્‍થાને કોઇપણ કારણસર બંધ કરવાની જરૂર પડે તો છીપા જમાત કમિટી પાસે પ્રથમ મંજૂરી મેળવી ડીસ્‍ટ્રીકટ કોર્ટના ઓર્ડર મુજબ બંધ કરી શકાશે.

.      કોઇપણ કારણસર આ સંસ્‍થા ઉપર મુજબ બંધ કરવી પડે તો અથવા તો બંધ કરવામાં આવે તો તેનું તમામ દેવું અને જવાબદારી અદા કર્યા પછી જે સ્‍થાવર તથા જંગમ મિલકત બાકી રહે તે સભ્‍યોમાં વહેંચી શકાશે નહિ. પરંતુ જનરલ બોર્ડના સભાસદો પૈકી ૨!૩ મતોથી આ મંડળના સમાન ધ્‍યેયવાળી અગર તેના જેવી સંસ્‍થા અગર સંસ્‍થાને આપવી. જો આ બાબતમાં ૨!૩ મતોમાંથી નક્કી કરવામાં આવે તો આ મંડળના સમાન ધ્‍યેયવાળી વ્‍યકિતઓના લાભ, હિત અને કલ્‍યાણ માટે બીજી આવી અગર તેના જેવી સંસ્‍થા અથવા સંસ્‍થાઓને મુખ્‍ય દીવાની કોર્ટ નક્કી કરે તે પ્રમાણે આપવી.

.


   

● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.

Read More

● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.

Read More

● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.

Read More

● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.

Read More

 

© chhipa samast jamat committee, Ahmedabad