| |
|
Name of Member Chhipa Kabrastan Committee |
| |
|
| |
છીપા કબ્રસ્તાતન કમીટી અમદાવાદ સને ૧૯૭૧-૭૪ કમીટી
(૧) જનાબ ઉસ્માનનગની કરીમજી છીપાપ્રમુખ
(ર) જનાબ હાજી અલ્લાનબેલી હુસેનજી રોલવાલા ઉપપ્રમુખ
(૩) જનાબ ઇસ્માઅઇલ હાજીરહેમાનજી શીરાવાલા ઓન. જ. સેક્રેટરી
(૪) જનાબ ઇસ્માઅઇલ નુરાજી કાયરીવાલા ઓન. જ. સેક્રેટરી
(૫) જનાબ હાજીગનીભાઇ સુલતાનજી ગુલીવાલા સભ્ય.
(૬) જનાબ મોહંમદશરીફ અલારખજી છીપા સભ્ય
(૭) જનાબ મોહંમદશરીફ કાસમજી બાવટા સભ્ય
(૮) જનાબ એહમદભાઇ દાઉદજી જાવરાવાલા સભ્ય
(૯) જનાબ ગનીભાઇ સુલતાનજી સોજતવાલા સભ્ય
(૧૦) જનાબ અબ્દુલલકરીમ રમજુજી સાગર સભ્ય
(૧૧) જનાબ ગનીભાઇ સુલતાનજી લાડાજીવાલા સભ્ય
(૧૨) જનાબ હાજીઇબ્રાહીમ હાજીઅલાબક્ષજી કચરાજીવાલા ટ્રસ્ટી
(૧૩) જનાબ હાજી જમાલજી કરીમજી નાગોરવાલા ટ્રસ્ટીય
(૧૪) જનાબ યુસુફભાઇ યાકુબજી ગુંદવાલા ટ્રસ્ટી
છીપા કબ્રસ્તાન કમીટી બંધારણ
(તા. ૫-૪-૧૯૭૧ની છીપા જમાતની જનરલ સભાએ ચૂંટેલી છીપા કબ્રસ્તાન કમીટીને આપેલી સત્તા અનુસાર ઘડાયેલું બંધારણ)
(૧) આ સંસ્થાનું નામ છીપા કબ્રસ્તાન કમીટી રહેશે.
(ર) આ સંસ્થાની મુખ્ય ઓફીસ અમદાવાદ શહેરમાં રહેશે.
(૩) ‘‘છીપાની વ્યાખ્યા’’
અમદાવાદ શહેરમાં વસતા મુસલમાન છીપા કોમના માણસો તથા તેમના કુટુંબીજનો ‘‘છીપા’’ ગણાશે.
ઉદ્દેશ અને હેતુઓ
(૪) (એ) અમદાવાદશહેરમાં તથા બહારગામથી આવેલા છીપા કોમની કોઇપણ વ્યકિતના મરણોની મૈયતો દફનાવવાની વ્યવસ્થા કરવા.
(બી) કબ્રસ્તાન માટે જમીનની વ્યવસ્થા કરવા.
(સી) કબ્રસ્તાનની માલીકીની મિલ્કતોનો વહીવટ કરવા.
(ડી) કબ્રસ્તાનના કામના હેતુઓ અર્થે કોઇપણ વ્યકિત અથવા સંસ્થા તરફથી મળેલ ફાળા ટ્રસ્ટ તથા દાન સ્વીકારવા.
(ઇ) કબ્રસ્તાનની જરૂરીયાત માટે સ્થાવર તથા જંગમ મિલ્કત ખરીદ કરવા. તેમનો કોઇપણ એક ભાગ વેચી દેવા, તોડી પાડવા, નવેસરથી બનાવવા અને બીજી રીતે તેનો નિકાલ કરવા.
(એફ) કબ્રસ્તાનના હેતુઓ માટે જરૂર જણાય લોન લેવા.
(જી) ઉપરોક્ત ઉદ્દેશોને સહાયક હોય અથવા તે સીધ્ધ કરવા માટે આવશયક હોય તેવા તમામ કાર્યો કરવા અને પગલા ભરવા.
વહીવટ
(પ) છીપા જમાતની જનરલ સભાએ ૧૪ સભ્યોની ચુંટેલી કમીટીની તથા હોદ્દેદારોની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. આ મુદ્દત પુરી થતા એક માસ અગાઉ જનરલ મીટીંગ બોલાવશે. અને કમીટી તેના ૧૪ સભ્યોમાંથી નીચેના હોદ્દેદારો ચુંટી કાઢશે.
એક પ્રમુખ
એક અથવા વધારે ઉપપ્રમુખો
એક ઓન. જનરલ સેક્રેટરી
એક અથવા વધારે ઓન. જોઇન્ટ સેક્રેટરીજ
એક ટ્રેઝરર
ટ્રસ્ટીઓ જેની સંખ્યા પાંચથી વધુ ન હોય.
(૬) છીપા કબ્રસ્તાન કમીટીનું નાણાકીય વર્ષ ૧ લી એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનું રહેશે. અને તે મુજબ હિસાબ રાખવામાં આવશે. મંજૂર કરવામાં આવશે. અને પ્રગટ કરવામાં આવશે.
(૭) છીપા કબ્રસ્તાન કમીટીના સભ્યો નીચેના એક અગર વધુ કારણોસર સભ્યપદમાં કમી થયેલો ગણાશે.
(અ) સભ્યના મરણથી
(બ) સભ્યનું રાજીનામું મંજૂર થયેથી
(ક) સભ્યને સભ્યપદેથી દૂર કરવાથી
(૮) કમીટીનો કોઇપણ સભ્ય સતત ત્રણ મીટીંગોમાં કમીટીને જાણ કર્યા વગર ગેર હાજર રહેશે તો કમીટીમાં તે સભ્યની જગ્યા આપો આપ ખાલી થયેલી ગણાશે અને તે ખાલી જગ્યા કમીટીમાં ભરવામાં આવશે જો કમીટીને યોગ્ય લાગે તો તે સભ્ય ફરીથી ચુંટાવા અગર કો ઓપ્ટ થવા લાયક રહેશે.
(૯) કમીટીનો કોઇપણ સભ્ય એવી કોઇ પ્રવૃતિ કે વર્તાવ કરે કે જેથી આ સંસ્થાના બંધારણ અને ધારા ધોરણનો ભંગ થાય અથવા સંસ્થાની પ્રતિષ્ઠાને હાની પહોંચે અથવા તેના હિતને નુકશાન થાય તો તેવા સભ્યને સભ્યપદેથી દૂર કરવાનો હક્ક કમીટીને રહેશે. અને તે બરતરફ કરી શકાશે. પરંતુ આવા સભ્યને પોતાનો બચાવ કરવાની પુરી તક આપવામાં આવશે. તે બાદ કમીટીનો નિર્ણય છેવટનો ગણાશે. પણ તે નિર્ણય હાજર રહેલા સભ્યોનો ર/૩ ભાગનો રહેશે.
ટ્રસ્ટીઓ
(૧૦) છીપા કબ્રસ્તાન કમીટીના ટ્રસ્ટીઓની સંખ્યા ત્રણથી પાંચ સુધીની રહેશે. તેની મુદ્દત કમીટીની મુદ્દત મુજબ રહેશે. તેઓને છીપા કબ્રસ્તાન કમીટીના ઠરાવો અનુસાર મિલ્કતો ખરીદ કરવા, વેચવા, મોર્ગેજ મુકવા. પટેથી અથવા અદલા બદલી કરવા તથા સંસ્થા માટે લોન લેવા તથા મિલ્કતો પોતાના નામ ઉપર રાખવાનો હક રહેશે. આ ટ્રસ્ટીઓની નિમણૂંક કરશે ત્યાં સુધી બાકી રહેલા ટ્રસ્ટીઓ તેમની ફરજો અદા કરી શકશે. પણ ટ્રસ્ટીઓની સંખ્યા પાંચ હોય તો ઓછામાં ઓછા ત્રણ, અને ત્રણ સભ્યો હોય તો ઓછામાં ઓછા બે ટ્રસ્ટીઓ હોવા જોઇએ.
(૧૧) છીપા કબ્રસ્તાન કમીટીના ફંડો અથવા ભંડોળો બેંકમાં કરન્ટ સેવીંગ્સ અથવા ફીકસ ડીપોઝીટમાં ખાતા ઉઘાડી મૂકવામાં આવશે અને મજકૂર ખાતાઓ પ્રમુખ, ઓન. જ. સેક્રેટરી, તથા ઓન જોઇન્ટ સેક્રેટરીના નામ ઉપર ચાલશે. અને આ ત્રણ હોદ્દેદારોમાંથી કોઇપણ બે સભ્યોની સહીઓથી ‘‘ખાતાઓ’’ ઓપરેટ કરી શકાશે.
મીટીંગ
(૧૨) ઓન. જ. સેક્રેટરી પ્રમુખની સંમતિથી ૨૪ કલાક પહેલાં ખબર આપી કમીટીની મીટીંગ બોલાવશે. અને તેમાં કામો તારીખ વખત તથા જગ્યા દર્શાવશે.
(૧૩) કમીટીનું કોરમ પાંચ સભ્યોનું રહેશે. અને કમીટીનું કામકાજ હાજર રહેલા સભ્યોની બહુમતિથી કરવામાં આવશે.
પ્રમુખની સત્તા
(૧૪) (૧) પ્રમુખ અથવા તેની ગેર હાજરીમાં ઉપ પ્રમુખ હાજર હશે તો મીટીંગનું પ્રમુખ સ્થાન લેશે. અને બન્નેની ગેર હાજરીમાં કમીટી પોતાનામાંથી કોઇપણ સભ્યને ચેરમેન ચુંટી શકશે.
(ર) પ્રમુખ મંડળના વડા ગણાશે.
(૩) મંડળની તમામ સભાઓનું પ્રમુખ સ્થાન સંભાળશે અને સભાઓમાં શિસ્તનું પાલન કરાવશે.
(૪) કોઇપણ મતભેદ વાળી બાબત ઉપર રૂલીંગ આપશે.
(૫) પ્રમુખને મીટીંગો ચલાવવાનો, બરખાસ્ત કરવાનો, તેમજ મુલત્વી રાખવાનો અધિકાર રહેશે.
(૬) પ્રમુખ મંડળના કામકાજ અને કાર્યો ઉપર દેખરેખ રાખશે. અને સામાન્ય દોરવણી આપશે.
(૭) પ્રમુખને કાસ્ટીંગ ‘‘વોટ’’ આપવાનો અધિકાર રહેશે.
(૧૫) મીટીંગમાં કોરમ નહિ હોય તો ઓન. જ. સેક્રેટરી પ્રમુખની સમંતિથી બીજા કોઇપણ દિવસે નોન કોરમ મીટીંગ બોલાવશે. અને તેમાં પહેલી મીટીંગના એજન્ડામાં દર્શાવ્યા મુજબના જ કામો કરી શકાશે.
રેકવીઝીશન મીટીંગ
(૧૬) આ સંસ્થાની રેકવીઝીશન મીટીંગ પાંચ સભ્યો તેમની સહીથી પ્રમુખને રેકવીઝીશન આપી મીટીંગ બોલાવવા વિનંતી કરશે, જો રેકવીઝીશનમાં મીટીંગમાં મૂકવાના કામો બતાવવામાં આવ્યા હશે તો પ્રમુખ ઓન. જ. સેક્રેટરીને ૧૫ દિવસમાં આવી મીટીંગ બોલાવવાનો આદેશ આપશે. અને આ મુદત દરમ્યાન મીટીંગ બોલાવવામાં નહિ આવે તો રેકવીઝીશનમાં સહિ કરનારા પાંચ સભ્યો પોતાની સહીથી ત્રણ દિવસની ખબર આપી આવી મીટીંગ બોલાવી શકશે. અને તે અંગેની વ્યવસ્થા ઓન. જ. સેક્રેટરી ઓફીસ ઉપર કરશે. કોરમ નહિ થાય તો મીટીંગ મુલત્વી રાખવામાં નહિ આવે પણ બરખાસ્ત કરવામાં આવશે.
કમીટીની સત્તા
(૧૭) છીપા કબ્રસ્તાન કમીટીના તમામ હેતુઓ સીધ્ધ કરવા કામકાજ કરશે. અને પગલા ભરશે. અને તે અંગે થતો જરૂરી ખર્ચ પણ કબ્રસ્તાન માટે જ ઠરાવ કરી શકશે.
(૧૮) કમીટી પોતાની સત્તા એક અથવા બીજી પેટા કમીટીને સોંપી શકશે.
(૧૯) કબ્રસ્તાનની જંગમ મિલ્કત અથવા સ્થાવર મિલ્કતની દેખરેખ રાખશે. અને વહીવટ કરશે.
(૨૦) બંધારણની કલમોનો અમલ કરશે.
(૨૧) નોકરોની નિમણૂંક કરશે. તેમજ પગારમાં વધારો ઘટાડો કરી શકશે.
(૨૨) બેંકોમાં ખાતા ખોલવાની પરવાનગી આપશે.
(૨૩) મિલ્કતોના મકાનના ભાડા નક્કી કરશે.
(૨૪) બીજા ધારા ધોરણો ઘડી કાઢશે જેની સત્તા બંધારણની કલમો મુજબ જ રહેશે.
(૨૫) નવી કમીટી નિમાયા સુધી જુની કમીટી તેના હોદ્દેદારો સહિત કામ કરી શકશે. અને તે કાયદેસર ગણાશે.
(૨૬) કમીટીને યોગ્ય લાગે તેને ઓનેરીયમ આપી શકશે.
ઓન. જનરલ સેક્રેટરી
(૨૭) ઓન. જનરલ સેક્રેટરી બીજી ફરજો ઉપરાંત નીચેની ફરજો અદા કરશે.
(૧) નોકરોને પગાર આપશે.
(ર) મિલ્કતોના મકાનોના ભાડા ઉધરાવશે.
(૩) કબ્રસ્તાનની મિલ્કતો માટે જરૂરી ખર્ચ કમીટીના ઠરાવ અનુસાર કરી શકશે.
(૪) મીટીંગના સરકયુલરો કાઢશે અને તેની પ્રોસીડીગ્સ લખશે.
(૫) કમીટીના ઠરાવો અમલમાં મૂકશે.
(૬) વાર્ષિક હિસાબનો સરવૈયુ તૈયાર કરશે. અને દર વર્ષે કમીટીની મંજૂરી માટે મૂકશે.
(૭) કમીટીના ઠરાવ અનુસાર નકામા અને જુના સામાનનો નિકાલ કરશે.
(૮) ડેડ સ્ટોકના પત્રક રાખશે.
(૯) નોકરોને એક મહીના સુધીની રજા આપી શકશે.
(૧૦) રૂ. ૫૦૦ ની સિલક હાથ ઉપર રાખી શકશે.
(૧૧) કોર્ટમાં ચેરીટી કમીશનર અથવા ડેપ્યુટી ચેરીટી કમીશન અથવા પબ્લીક ટ્રસ્ટના બીજા કોઇ અધિકારી સમક્ષ જરૂરી અરજી કરી શકશે. અને તેમના સાથે પત્ર વ્યવહાર કરી શકશે. દાવાઓનો બચાવ કરશે. અને મ્યુનિસીપલ કોર્પોરેશન, કોર્ટ અથવા બીજી કોઇ પણ ઓફીસમાં ડીપોઝીટ ભરી શકશે. અથવા રકમ ઉપાડી શકશે.
ઓન. જોઇન્ટ સેક્રેટરી
(૨૮) ઓન જનરલ સેક્રેટરીએ સોંપેલી તમામ ફરજો ઓન જોઇન્ટ સેક્રેટરી અદા કરી શકશે અને તેની ગેરહાજરીમાં તમામ સત્તા ભોગવી શકશે.
ઓડીટર્સ
(૨૯) સંસ્થાનો હિસાબ કમીટીએ મહેનતાણું નક્કી કર્યા મુજબ ચાર્ટડ એકાઉન્ટ પાસેથી ઓન જ. સેક્રેટરી ઓડીટ કરાવી શકશે.
(૩૦) આ બંધારણ તરતજ અમલમાં આવશે.
(૩૧) બંધારણનાં જરૂરી ફેરફારો કમીટી પોતાના ઠરાવથી વખતો વખત કરી શકશે. પણ તે માટે ખાસ મીટીંગ બંધારણના ફેરફાર માટેજ બોલાવવામાં આવશે. અને હાજર રહેલા સભ્યોના ર/૩ ‘‘વોટ’’ થી આવા ફેરફારો કરી શકશે.
સભાસદની જવાબદારી
(૩૨) (૧) છીપા કબ્રસ્તાન કમીટીના કોઈ પણ સભ્યે શુદ્ધ બુદ્ધિથી આ નિયમો તથા કાનુનો પ્રમાણે કરેલું કામ કાયદેસર ગણાશે.
(૨) આ સંસ્થાના કોઇપણ સભ્યની બદદાનત અગર ગંભીર બેદરકારી સિવાય સંસ્થાના કોઇપણ રકમને મિલ્કતને નુકશાન થાય તો તે માટે તે સભ્ય જવાબદાર થશે નહિ. અથવા કોઇ પણ સભ્ય પોતાના સાથી સભ્યોમાંથી કોઇના કપટ, ઉચાપત ગેરવર્તન અથવા નિષ્કાળજી બાબત જાતે જવાબદાર થશે નહિ.
|
|
|
|
 |
● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.
Read More
● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.
Read More
● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.
Read More
● Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit, sed diam nonummy nibh commodo consequat.
Read More |
|
 |
|